ગીતશાસ્ત્ર ૬૨:૧-૧૨

  • ઈશ્વર ઉદ્ધાર કરે છે

    • “હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ” (, )

    • ‘ઈશ્વર આગળ તમારું હૈયું ઠાલવો’ ()

    • મનુષ્યો ફૂંક સમાન ()

    • ધનદોલત પર ભરોસો ન રાખો (૧૦)

સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. ૬૨  હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ. તે મારો ઉદ્ધાર કરે છે.+  ૨  તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો* છે.+ કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+  ૩  એક માણસને મારી નાખવા તમે ક્યાં સુધી તેના પર હુમલો કરશો?+ તમે બધા એક નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ જેવા છો, જે તૂટી પડવાની તૈયારીમાં છે.*  ૪  તેઓ ભેગા મળીને તેને ઊંચી પદવીથી* ઊથલાવી પાડવા કાવતરું ઘડે છે. તેઓને જૂઠું બોલવામાં અનેરી ખુશી મળે છે. તેઓ મોંથી તો આશીર્વાદ આપે છે, પણ મનમાં ને મનમાં શ્રાપ આપે છે.+ (સેલાહ)  ૫  હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ,+કારણ કે તે જ મારી આશા છે.+  ૬  તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો છે. કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+  ૭  મારો ઉદ્ધાર અને મારા ગૌરવનો આધાર ઈશ્વર છે. ઈશ્વર મારો મજબૂત ખડક, મારો આશરો છે.+  ૮  હે લોકો, તેમના પર હંમેશાં ભરોસો રાખો. તેમની આગળ તમારું હૈયું ઠાલવો.+ ઈશ્વર આપણો આશરો છે.+ (સેલાહ)  ૯  માણસના દીકરાઓ એક ફૂંક સમાન છે. મનુષ્યના દીકરાઓ પર ભરોસો રાખવો નકામો છે.+ એ બધાને ત્રાજવામાં તોળવામાં આવે તો, તેઓ હવાથી પણ હલકા છે.+ ૧૦  જોરજુલમથી પડાવેલા પૈસા પર ભરોસો ન રાખો,લૂંટફાટ પર ખોટી આશા ન રાખો. જો તમારી ધનદોલત વધે તો એના પર ચિત્ત ન લગાડો.+ ૧૧  મેં બે વાર સાંભળ્યું છે કે ઈશ્વરે આવું કહ્યું હતું: શક્તિ ઈશ્વરની જ છે.+ ૧૨  હે યહોવા, અતૂટ પ્રેમ પણ તમારો જ છે,+કેમ કે તમે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપો છો.+

ફૂટનોટ

અથવા, “ગઢ.”
અથવા કદાચ, “તમે એના પર એ રીતે હુમલો કરો છો, જાણે તે નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ હોય, જે તૂટી પડવાની તૈયારીમાં હોય.”
અથવા, “માન-મોભાથી.”