ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
આ પુસ્તકમાં તમે સૃષ્ટિની શરૂઆતથી લઈને ઈસુના જન્મ, સેવાકાર્ય અને ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધીની વાર્તાઓ વાંચી શકશો.
નિયામક જૂથ તરફથી પત્ર
આ પુસ્તકનો ઉપયોગ કઈ રીતે કરવો?
પાઠ ૧
ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યાં
બાઇબલમાં લખ્યું છે, ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યાં. ઈશ્વરે બધી વસ્તુઓ અને બીજા બધાને બનાવ્યાં એ પહેલાં એક દૂત બનાવ્યો. તેમણે એવું કેમ કર્યું?
પાઠ ૨
ઈશ્વરે પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી બનાવ્યાં
ઈશ્વરે પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી બનાવ્યાં અને તેઓને રહેવા માટે એદન બાગ આપ્યો. ઈશ્વર ચાહતા હતા કે તેઓ પોતાનું કુટુંબ વધારે અને આખી પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવે.
પાઠ ૩
આદમ અને હવાએ ઈશ્વરની વાત માની નહિ
એદન બાગના એક ઝાડમાં શું ખાસ હતું? હવાએ એ ઝાડનું ફળ કેમ ખાધું?
પાઠ ૪
ગુસ્સાનું ખરાબ પરિણામ
ઈશ્વરે હાબેલનું અર્પણ સ્વીકાર્યું પણ કાઈનનું અર્પણ ન સ્વીકાર્યું. એ જાણીને કાઈનને બહુ ગુસ્સો આવ્યો અને તેણે બહુ ખરાબ કામ કર્યું.
પાઠ ૫
નૂહનું વહાણ
ખરાબ દૂતોએ પૃથ્વી પરની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તેઓનાં દીકરાઓ મોટા થઈને ઘણા શક્તિશાળી બન્યા અને ગુંડાગર્દી કરવા લાગ્યા. ચારે બાજુ હિંસા થતી હતી. પણ નૂહ લોકો કરતાં અલગ હતા. તે ઈશ્વરને પ્રેમ કરતા હતા અને તેમનું કહ્યું કરતા હતા.
પાઠ ૬
મોટા પૂરમાં આઠનો બચાવ
મોટા પૂર વખતે ૪૦ દિવસ અને ૪૦ રાત વરસાદ પડ્યો. નૂહ અને તેમનું કુટુંબ કુલ મળીને એક વર્ષથી વધારે સમય વહાણમાં હતાં. આખરે તેઓ બહાર નીકળી શક્યા.
પાઠ ૭
બાબિલની ઇમારત
લોકોએ એક શહેર બાંધવાનું અને મોટી ઇમારત બાંધવાનું નક્કી કર્યું, જેની ટોચ આકાશ સુધી પહોંચે. ઈશ્વરે અચાનક તેઓની ભાષા બદલી નાખવાનું કેમ નક્કી કર્યું?
પાઠ ૮
ઇબ્રાહિમ અને સારાહે ઈશ્વરની વાત માની
કનાન દેશમાં પરદેશીઓ તરીકે રહેવા ઇબ્રાહિમ અને સારાહે ઉર દેશમાં પોતાનું ઘર કેમ છોડ્યું?
પાઠ ૯
ઘણાં વર્ષો પછી એક દીકરો થયો
ઇબ્રાહિમને આપેલું વચન ઈશ્વર કઈ રીતે પૂરું કરશે? એ વચન કોના દ્વાર પૂરું થશે—ઇસહાકથી કે ઇશ્માએલથી?
પાઠ ૧૦
લોતની પત્નીને યાદ રાખો
ઈશ્વરે સદોમ અને ગમોરાહ પર અગ્નિ અને ગંધક વરસાવ્યાં. એ શહેરોનો નાશ કેમ થયો? આપણે કેમ લોતની પત્નીને યાદ રાખવી જોઈએ?
પાઠ ૧૧
શ્રદ્ધાની પરીક્ષા
ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: ‘તું પોતાના એકના એક દીકરાને લઈને મોરિયા દેશ જા અને ત્યાં એક પહાડ પર તેનું બલિદાન ચઢાવ.’ ઇબ્રાહિમ શ્રદ્ધાની એ પરીક્ષાનો સામનો કઈ રીતે કરશે?
પાઠ ૧૨
યાકૂબને વારસો મળ્યો
ઇસહાક અને રિબકાને એસાવ અને યાકૂબ નામે જોડીયા દીકરા હતા. એસાવ પહેલા જન્મ્યા હતા એટલે પહેલા દીકરા તરીકેનો ખાસ વારસો તેમને મળવાનો હતો. એક વાટકી દાળ માટે તેમણે એ વારસો કેમ આપી દીધો?
પાઠ ૧૩
યાકૂબ અને એસાવ વચ્ચે સુલેહ
દૂત પાસેથી આશીર્વાદ મેળવવા યાકૂબે શું કર્યું? તેમણે એસાવ સાથે સુલેહ કરવા શું કર્યું?
પાઠ ૧૪
એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
યૂસફે જે ખરું હતું એ જ કર્યું, તોપણ તેમના પર ઘણી મુશ્કેલીઓ આવી. કેમ?
પાઠ ૧૭
મૂસાએ યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું
મૂસા નાના હતા ત્યારે, એક જોરદાર યોજના બનાવીને તેમની માએ તેમને બચાવ્યા હતા.
પાઠ ૧૯
પહેલી ત્રણ આફતો
ઇજિપ્તનો રાજા બહુ ઘમંડી હતો. તેણે એક સહેલું કામ કરવાની ના પાડી. એટલે તેના લોકો પર મોટી આફત આવી પડી.
પાઠ ૨૨
લાલ સમુદ્ર પાસે ચમત્કાર
ઇજિપ્તનો રાજા દસ આફતોમાંથી બચી જાય છે, પણ શું તે આ ચમત્કારમાંથી બચી શકશે?
પાઠ ૨૩
ઇઝરાયેલીઓએ યહોવાને વચન આપ્યું
ઇઝરાયેલીઓએ સિનાઈ પર્વત પાસે તંબૂ ઊભા કર્યા ત્યારે, ઈશ્વરને એક ખાસ વચન આપ્યું.
પાઠ ૨૭
અમુક લોકો યહોવાની સામે થયા
કોરાહ, દાથાન, અબીરામ અને બીજા ૨૫૦ માણસો યહોવા વિશે એક મહત્ત્વની વાત સમજ્યા નહિ.
પાઠ ૨૯
યહોવાએ યહોશુઆને પસંદ કર્યા
ઈશ્વરે યહોશુઆને જે માર્ગદર્શન આપ્યું, એ પાળવાથી આપણને પણ ફાયદો થઈ શકે છે.
પાઠ ૩૦
રાહાબે જાસૂસોને સંતાડ્યા
યરીખો શહેરની દીવાલો તૂટી પડે છે. પણ રાહાબનું ઘર એ શહેરની દીવાલને અડીને હતું તોપણ અડીખમ ઊભું છે.
પાઠ ૩૧
યહોશુઆ અને ગિબયોની લોકો
યહોશુઆએ ઈશ્વરને પ્રાર્થના કરી: ‘સૂરજ આથમે નહિ!’ શું ઈશ્વરે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો?
પાઠ ૩૨
એક નવો આગેવાન અને બે બહાદુર સ્ત્રીઓ
યહોશુઆના મરણ પછી ઇઝરાયેલીઓ મૂર્તિની પૂજા કરવા લાગ્યા. તેઓના જીવનમાં મુશ્કેલીઓ આવી, પણ ન્યાયાધીશ બારાક, પ્રબોધિકા દબોરાહ અને યાએલ દ્વારા મદદ મળી.
પાઠ ૩૩
રૂથ અને નાઓમી
બે સ્ત્રીઓ, જેઓના પતિનું મરણ થઈ ગયું છે, તેઓ ઇઝરાયેલ પાછી જાય છે. એમાંની એક સ્ત્રી ખેતરમાં કામ કરવા ગઈ ત્યારે, બોઆઝે તેને જોઈ.
પાઠ ૩૪
ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા
મિદ્યાનીઓએ ઇઝરાયેલીઓનું જીવન મુશ્કેલીઓથી ભરી દીધું પછી, ઇઝરાયેલીઓ યહોવાને મદદ માટે વિનંતી કરવા લાગ્યા. ગિદિયોનની નાની સેનાએ કઈ રીતે ૧,૩૫,૦૦૦ દુશ્મનો સામે જીત મેળવી?
પાઠ ૩૫
હાન્નાએ પ્રાર્થનામાં દીકરો માંગ્યો
એલ્કાનાહ હાન્ના, પનિન્ના અને બાળકોને લઈને શીલોહમાં આવેલા મંડપે ગયા. ત્યાં હાન્નાએ યહોવા પાસે પ્રાર્થનામાં દીકરો માંગ્યો. એક વર્ષ પછી શમુએલનો જન્મ થયો!
પાઠ ૩૬
યિફતાનું વચન
યિફતાએ કયું વચન આપ્યું હતું અને કેમ? યિફતાની દીકરીને એ વચન વિશે ખબર પડી ત્યારે તેણે શું કર્યું?
પાઠ ૩૭
યહોવાએ શમુએલ સાથે વાત કરી
પ્રમુખ યાજક એલીના બે દીકરાઓ મંડપમાં યાજકો તરીકે સેવા આપતા હતા. પણ તેઓ યહોવાના નિયમો પાળતા ન હતા. નાનો શમુએલ તેઓથી અલગ હતો. એક રાતે યહોવાએ તેની સાથે વાત કરી.
પાઠ ૩૮
યહોવાએ સામસૂનને તાકાત આપી
ઈશ્વરે પલિસ્તીઓ સામે લડવા સામસૂનને તાકાત આપી. પણ સામસૂને ખોટો નિર્ણય લીધો એટલે પલિસ્તીઓએ તેમને પકડી લીધા.
પાઠ ૩૯
ઇઝરાયેલનો પહેલો રાજા
યહોવાએ ઇઝરાયેલીઓને સાચો માર્ગ બતાવવા માટે ન્યાયાધીશો આપ્યા હતા. પણ હવે તેઓને એક રાજા જોઈતો હતો. શમુએલે શાઉલનો ઇઝરાયેલના પહેલા રાજા તરીકે અભિષેક કર્યો. પણ પછીથી યહોવાએ શાઉલનો નકાર કર્યો. શા માટે?
પાઠ ૪૦
દાઉદ અને ગોલ્યાથ
યહોવા દાઉદને ઇઝરાયેલના નવા રાજા તરીકે પસંદ કરે છે અને દાઉદ સાબિત કરે છે કે યહોવાએ તેમની પસંદગી કરી એ બરાબર છે
પાઠ ૪૧
દાઉદ અને શાઉલ
આ બંનેમાંથી એક માણસ કેમ બીજા માણસને નફરત કરે છે? જેને નફરત કરવામાં આવે છે તે માણસ કઈ રીતે વર્તે છે?
પાઠ ૪૯
દુષ્ટ રાણીને સજા મળી
ઇઝેબેલ નાબોથ નામના ઇઝરાયેલીની દ્રાક્ષાવાડી ચોરી લેવા તેને મારી નાખવાનું કાવતરું ઘડે છે. યહોવા તેના ખરાબ કામો અને અન્યાયને ચલાવી નથી લેતા.
પાઠ ૫૦
યહોવાએ યહોશાફાટને બચાવ્યા
દુશ્મનો જ્યારે યહૂદા રાજ્ય પર હુમલો કરે છે, ત્યારે સારા રાજા યહોશાફાટ મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.
પાઠ ૫૧
એક મોટો સેનાપતિ અને એક નાની છોકરી
નાની ઇઝરાયેલી છોકરી પોતાની શેઠાણીને યહોવાની શક્તિ વિશે જણાવે છે અને એના લીધે એક ચમત્કાર થાય છે.
પાઠ ૫૨
યહોવાની ભવ્ય સેના
એલિશાનો સેવક કઈ રીતે જોઈ શકે છે કે ‘તેઓ સાથે જેટલા છે એના કરતાં આપણી સાથે વધારે છે?’
પાઠ ૫૪
યહોવા યૂના સાથે ધીરજથી વર્ત્યા
ઈશ્વરના એક પ્રબોધકને મોટી માછલી કેમ ગળી ગઈ? તે કઈ રીતે બહાર આવ્યા? યહોવાએ યૂનાને કયો બોધપાઠ શીખવ્યો?
પાઠ ૫૫
યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું
યહૂદાના દુશ્મન કહે છે કે યહોવા પોતાના લોકોને બચાવશે નહિ, પણ તેઓ ખોટા હતા.
પાઠ ૫૬
યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા
યોશિયા આઠ વર્ષની ઉંમરે યહૂદાના રાજા બને છે. તે પોતાના લોકોને યહોવાની ભક્તિ કરવા મદદ કરે છે.
પાઠ ૫૭
યહોવાએ યર્મિયાને પ્રચાર કરવા મોકલ્યા
આ યુવાન પ્રબોધકે જે કહ્યું એનાથી યહૂદાના વડીલોને ખૂબ ગુસ્સો આવ્યો.
પાઠ ૫૮
યરૂશાલેમનો નાશ
યહૂદાના લોકો જૂઠા દેવોની ભક્તિ કરવાનું ચાલુ રાખે છે, એટલે યહોવા તેઓને છોડી દે છે.
પાઠ ૫૯
ચાર છોકરાઓએ યહોવાની આજ્ઞા માની
બાબેલોનમાં નબૂખાદનેસ્સારના દરબારમાં પણ યહૂદાના ચાર યુવાનોએ યહોવાને વફાદાર રહેવાનો પાકો નિર્ણય લીધો છે.
પાઠ ૬૧
તેઓ મૂર્તિ આગળ નમ્યા નહિ
શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો બાબેલોનના રાજાની સોનાની મૂર્તિને નમવાની ના પાડે છે.
પાઠ ૬૮
એલિસાબેતને બાળક થયું
એલિસાબેતના પતિને શા માટે કહેવામાં આવ્યું કે બાળક જન્મે ત્યાં સુધી તે બોલી નહિ શકે?
પાઠ ૬૯
ગાબ્રિયેલ દૂત મરિયમ પાસે સંદેશો લઈને આવ્યા
દૂતે જે સંદેશો આપ્યો એનાથી મરિયમનું જીવન બદલાય ગયું.
પાઠ ૭૩
યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે
યોહાન મોટા થઈને પ્રબોધક બને છે. તે લોકોને શીખવે છે કે મસીહ આવવાના છે. એ સંદેશો સાંભળીને લોકો શું કરે છે?
પાઠ ૭૪
ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યા
યોહાનની આ વાતનો શું અર્થ થાય કે ઈસુ ઈશ્વરનું ઘેટું છે?
પાઠ ૭૫
શેતાને ઈસુની કસોટી કરી
શેતાને ત્રણ વાર ઈસુની કસોટી કરી. તેમની સામે કઈ ત્રણ લાલચો છે? ઈસુ શેતાનને કઈ રીતે જવાબ આપે છે?
પાઠ ૭૬
ઈસુએ વેપારીઓને મંદિરમાંથી કાઢી મૂક્યા
ઈસુ કેમ પ્રાણીઓને મંદિરમાંથી કાઢી મૂકે છે અને પૈસા બદલનારાઓની મેજો કેમ ઊથલાવી નાખે છે?
પાઠ ૭૭
કૂવા પાસે એક સ્ત્રી
યાકૂબના કૂવા પાસે એક સમરૂની સ્ત્રીને ખૂબ નવાઈ લાગી કે ઈસુએ તેની સાથે વાત કરી. શા માટે? ઈસુએ તેને શું જણાવ્યું, જે અત્યાર સુધી તેમણે કોઈને જણાવ્યું ન હતું?
પાઠ ૭૮
ઈસુએ રાજ્યનો પ્રચાર કર્યો
ઈસુ અમુક શિષ્યોને જુદા પ્રકારના માછીમારો બનવાનું આમંત્રણ આપે છે. તેઓ માછલીઓ નહિ, પણ માણસો ભેગા કરશે. પછી, તે ૭૦ શિષ્યોને ખુશખબરનો પ્રચાર કરતા શીખવે છે.
પાઠ ૭૯
ઈસુના ચમત્કારો
તે જ્યાં પણ જતા, બીમાર લોકો તેમની પાસે આવતા અને તે બધાને સાજા કરતા. તે એક નાની છોકરીને પણ મરણમાંથી જીવતી કરે છે.
પાઠ ૮૧
ઈસુનો પહાડ પરનો સંદેશો
મોટું ટોળું ભેગું થયું છે અને ઈસુ તેઓને મહત્ત્વની વાતો શીખવી રહ્યા છે.
પાઠ ૮૬
ઈસુએ લાજરસને જીવતા કર્યા
મરિયમને રડતાં જોઈને ઈસુ પણ રડી પડ્યા. પણ જલદી જ દુઃખના આંસુ ખુશીમાં ફેરવાઈ જવાના હતા.
પાઠ ૮૭
ઈસુનું છેલ્લું ભોજન
ઈસુ પોતાના પ્રેરિતો સાથે છેલ્લું ભોજન કરતી વખતે તેઓને મહત્ત્વનું માર્ગદર્શન આપે છે.
પાઠ ૮૮
ઈસુને પકડવામાં આવ્યા
યહૂદા ઇસ્કારિયોત સાથે તલવારો અને લાઠીઓ લઈને એક મોટું ટોળું ઈસુને પકડવા આવ્યું.
પાઠ ૮૯
પિતરે ઈસુને ઓળખવાની ના પાડી
કાયાફાસના ઘરના આંગણામાં શું થાય છે? અને ઈસુ સાથે એ ઘરમાં શું થાય છે?
પાઠ ૯૧
ઈસુને જીવતા કરવામાં આવ્યા
ઈસુને મારી નાખવામાં આવ્યા એ પછીના દિવસોમાં નવાઈ લાગે એવા કયા બનાવો બને છે?
પાઠ ૯૫
તેઓને પ્રચાર કરતા કંઈ પણ રોકી શક્યું નહિ
જે ધર્મગુરુઓએ ઈસુને મારી નંખાવ્યા હતા, તેઓ હવે શિષ્યોને પ્રચાર કરતા રોકવાનો પ્રયત્ન કરે છે. પણ તેઓ શિષ્યોને રોકી શકતા નથી.
પાઠ ૯૬
ઈસુએ શાઉલને પસંદ કર્યા
શાઉલ ઈસુના શિષ્યોના દુશ્મન છે અને તેઓની ખૂબ સતાવણી કરે છે. પણ હવે તે બદલાવાના હતા.
પાઠ ૧૦૧
પાઉલને રોમ મોકલવામાં આવ્યા
મુસાફરી જોખમોથી ભરેલી હતી, તોપણ કોઈ મુશ્કેલી આ પ્રેરિતનો ઉત્સાહ ઠંડો પાડી શકી નહિ.
પાઠ ૧૦૩
“તમારું રાજ્ય આવો”
જ્યારે યોહાનને દર્શન બતાવવામાં આવ્યા કે ભાવિમાં શું બનશે, ત્યારે તેમને એ પણ બતાવવામાં આવ્યું કે ઈશ્વરના રાજ્યમાં લોકોને કેવા આશીર્વાદો મળશે.

