સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ સેકેન્ડરી મેનુ

યહોવાના સાક્ષીઓ

ગુજરાતી

શું યહોવાના સાક્ષીઓ ઈસુમાં માને છે?

શું યહોવાના સાક્ષીઓ ઈસુમાં માને છે?

હા. અમે ઈસુમાં માનીએ છીએ. તેમણે કહ્યું હતું: ‘માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.’ (યોહાન ૧૪:૬) એ વાતની અમને જરા પણ શંકા નથી કે, ઈસુ પૃથ્વી પર આવ્યા હતા અને આપણા પાપોની માફી માટે તેમણે પોતાનું સંપૂર્ણ જીવન આપી દીધું. (માથ્થી ૨૦:૨૮) તેમના મરણ અને ફરી જીવતા થવાથી, તેમનામાં ભરોસો રાખનાર લોકો માટે હંમેશ માટેનું જીવન શક્ય બન્યું છે. (યોહાન ૩:૧૬) અમે એ પણ માનીએ છીએ કે, ઈસુ અત્યારે ઈશ્વરના રાજ્યના રાજા છે.એ રાજ્ય જલદી જ આખી પૃથ્વી પર શાંતિ લાવશે. (પ્રકટીકરણ ૧૧:૧૫) જોકે, ઈસુએ કહેલી આ વાત પણ અમે હંમેશાં યાદ રાખીએ છીએ: ‘ મારા કરતાં પિતા મોટા છે.’ (યોહાન ૧૪:૨૮) એટલે, અમે એમ નથી માનતા કે તે સર્વશક્તિમાન ઈશ્વર છે. તેથી, અમે ઈસુની ભક્તિ કરતા નથી.