સ્કીપ ટુ કન્ટેન્ટ

ગોપનીયતા નીતિ

ગોપનીયતા નીતિ

મહત્ત્વની સૂચના: અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને અને/અથવા કોઈ પણ વ્યક્તિગત માહિતી અમને આપીને તમે સંમતિ આપો છો કે તમે આપેલી વ્યક્તિગત માહિતીને નીચે જણાવ્યા પ્રમાણે અને નીચે જણાવેલ હેતુસર વ્યક્તિગત માહિતી અંગેના નિયમો અને કાયદાની હદમાં અમે વાપરી શકીએ.

 તમારી ખાનગી માહિતી ગોપનીય રાખવા અમે વચનબદ્ધ

તમારી ખાનગી માહિતીને ગુપ્ત રાખવા અને એનું સંરક્ષણ કરવાને અમે મહત્ત્વનું ગણીએ છીએ. અમારી વેબસાઇટ પર કોઈ કામગીરી માટે તમારી પાસે માંગવામાં આવેલી અથવા તમે પોતે અમને આપેલી તમારી વ્યક્તિગત વિગતો આ ગોપનીયતા નીતિ હેઠળ આવે છે. તમે અમારી વેબસાઇટ ખોલો છો ત્યારે, અમુક સામાન્ય માહિતી અમને મળે છે, જે અમારી પાસે ભેગી થાય છે. અમે જાણીએ છીએ કે એ માહિતીને સાચવીને વાપરવી કેટલું મહત્ત્વનું છે તેમ જ એનું શું કરવામાં આવે છે એ જાણવાનો તમારો હક હોઈ એ વિશે જણાવવા અમે બંધાયેલા છીએ. તમે જે વિગતો આપો છો એ કદાચ “વ્યક્તિગત માહિતી”માંની હોય શકે. આ નીતિમાં “વ્યક્તિગત માહિતી” શબ્દ વ્યક્તિના નામ, ઇ-મેઇલ એડ્રેસ, સરનામું, ટેલિફોન નંબર કે વ્યક્તિની ઓળખ આપતી કોઈ પણ વિગતોને દર્શાવી શકે છે. આ વેબસાઇટ પર એવા વિભાગોમાં તમારે કોઈ વ્યક્તિગત માહિતી આપવાની જરૂર નથી પડતી, જે બધા માટે છે અને કોઈપણ એને જોઈ-વાપરી શકે. “વેબસાઇટ” શબ્દમાં આ વેબસાઇટ અને એની સાથે સંકળાયેલી અમારી આવી બધી વેબસાઇટનો સમાવેશ થાય છે: apps.jw.org, tv.jw.org, stream.jw.org, અને wol.jw.org.

 માહિતી નિયંત્રક વિશે જાણકારી

આ વેબસાઇટ Watchtower Bible and Tract Society of New York, Inc. (“વૉચટાવર”)ની માલિકીની છે, જે ન્યૂયૉર્કમાં આવેલું બિન-નફાના ધોરણે કામ કરતું સંગઠન છે. એ યહોવાના સાક્ષીઓની તેમજ તેઓના બાઇબલ શિક્ષણની પ્રવૃત્તિઓને ટેકો આપે છે. આ વેબસાઇટ પર તમે પોતાની મરજીથી અધિકૃત યુઝરનું એકાઉન્ટ ખોલીને, અથવા દાન આપીને, અથવા મફત બાઇબલ અભ્યાસ માટે અરજી મોકલીને, અથવા એવી કોઈ પ્રવૃત્તિ કરો છો, જેમાં વ્યક્તિગત ડેટા આપવો પડે, ત્યારે તમે ઉપરોક્ત નીતિ માટે આપમેળે સંમતિ આપો છો. ઉપરાંત, તમે યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકામાં આવેલા અમારા કોઈપણ સર્વરમાં તમારી એ માહિતીને સંગ્રહ કરવાની પરવાનગી આપો છો તેમજ તમે કરેલી અરજી પ્રમાણે સેવા આપવા તમારી વ્યક્તિગત માહિતીનો સંગ્રહ કરવાની, એના પર કામગીરી કરવાની, એનું હસ્તાંતરણ (transfer) કરવાની અને એને સંગ્રહ કરી રાખવાની પરવાનગી વૉચટાવર અને યહોવાના સાક્ષીઓને ટેકો આપતાં દેશવિદેશમાંના સહકારી સંગઠનોને આપો છો. અમારું ધાર્મિક સંગઠન આખી દુનિયામાં સંચાલન માટે અલગ અલગ સ્થાનિક નિગમોનો ઉપયોગ કરે છે. માહિતી સંરક્ષણ અર્થે, એમાં સ્થાનિક મંડળો, શાખા કચેરીઓ અને એના જેવા યહોવાના સાક્ષીઓના બીજા સહકારી સંગઠનોનો પણ સમાવેશ થાય છે.

વેબસાઇટના તમારા ઉપયોગ પરથી તમારી વ્યક્તિગત માહિતીનો નિયંત્રક (ડેટા કંટ્રોલર) નક્કી થાય છે. દાખલા તરીકે, જો તમે કોઈ દેશની અમારી કાયદેસરની સંસ્થામાં દાન આપો, તો તમારું નામ અને સંપર્કની માહિતી એ સંસ્થાને આપવામાં આવશે, જેથી દાન આપવાની પ્રક્રિયા દરમિયાન તમારી ઓળખ મેળવી શકાય. બીજો એક દાખલો, જો તમે બાઇબલ અભ્યાસ માટે વેબસાઇટ પરથી અરજી મોકલો છો, તો એ સેવા આપવા તમારું નામ અને સંપર્કની માહિતી તમારા ત્યાંની સ્થાનિક શાખા કચેરી અને યહોવાના સાક્ષીઓના સ્થાનિક મંડળને મોકલવામાં આવે છે.

તમે જો માહિતી સંરક્ષણ કાયદા ધરાવનાર દેશમાં રહેતા હો તો, એ વિશે વધુ માહિતી મેળવવા માહિતી સંરક્ષણ સંપર્ક વેબપેજ પર જાઓ.

 માહિતી સંરક્ષણ અને ગોપનીયતા

તમારી વ્યક્તિગત માહિતીના સંરક્ષણ અને ગોપનીયતાને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે માહિતી સંરક્ષણ અને ગોપનીયતા માટે નવામાં નવી રીતોનો ઉપયોગ કરીએ છીએ, જેથી તમારી વ્યક્તિગત માહિતીને આવી બાબતોથી રક્ષણ આપી શકાય: અનધિકૃત વપરાશ, અયોગ્ય ઉપયોગ કે જાહેરાત, અનધિકૃત ફેરફાર, ગેરકાયદેસર રીતે એને રદ કરવી કે આકસ્મિક રીતે એને ગુમાવી દેવું. તમારી વ્યક્તિગત માહિતી પર કામગીરી કરનાર બધા (processors) અને અમારા દ્વારા નિયુક્ત કરેલી અમારા સિવાયની સંસ્થાઓ (third parties) પણ તમારી માહિતીના સંરક્ષણ અને ગોપનીયતા માટે બંધાયેલાં છે. માહિતી જે હેતુસર તમારી પાસેથી લેવામાં આવી હોય એ ઉદ્દેશ્ય અથવા કોઈ કાયદેસરના રિપોર્ટ કે દસ્તાવેજ માટે જરૂરી હોય ત્યાં સુધી જ અમે એ માહિતીને પાસે રાખીએ છીએ.

પૂરી સાવચેતી અને સલામતીથી એકથી બીજા સ્થાને માહિતીના પરિવહન (transit) માટે અમે, અનધિકૃત વપરાશ અટકાવતી કૉડવાળી પદ્ધતિ (encrypt protocol) જેમ કે, ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરીટી (TLS)નો ઉપયોગ કરીએ છીએ. અમે મર્યાદિત પ્રવેશ-વપરાશની પદ્ધતિવાળા (limited access protocols) કૉમ્પ્યુટર વાપરીએ છીએ. એ ભૌતિક, ઇલેક્ટ્રોનિક અને કામગીરી સ્તરે અત્યંત સાવચેતી અને સલામતીવાળી ઇમારતોમાં હોઈ અમને મળેલી માહિતીના સંરક્ષણ અને ગોપનીયતાને અર્થે મદદરૂપ છે. અનધિકૃત વપરાશને અટકાવવા અમે સાવચેતી-સલામતીનાં કડક ધોરણોનું પાલન કરીએ છીએ.

 સગીર વયના

તમે અમારી વેબસાઇટ વાપરો છો એ દેશમાં જો તમે સગીર વયના ગણાતા હોય, તો તમારે આ વેબસાઇટ પર વ્યક્તિગત માહિતી ફક્ત પોતાના માતા કે પિતા કે વાલીની દેખરેખ હેઠળ આપવી જોઈએ. જો તમે માતા કે પિતા કે વાલી હો અને તમારા સગીર વયના બાળકને આ વેબસાઇટ પર વ્યક્તિગત માહિતી આપવાની સંમતિ આપો છો, તો તમે સગીર વયની વ્યક્તિ માટેની આ નીતિ આપમેળે માન્ય ગણો છો.

 થર્ડ-પાર્ટી વેન્ડર્સ

કેટલીક વાર તમને અમારા વતી અમુક સેવાઓ આપવા અમે અમારા સિવાયની સંસ્થાઓ (third party vendors) નિયુક્ત કરીએ છીએ. તેથી અમારી વેબસાઇટ પર અમુક વાર તમને લિન્ક મળી શકે, જે થર્ડ-પાર્ટી વેન્ડર્સની વેબસાઇટ પર લઈ જાય છે (દાખલા તરીકે, ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા). તમને ખ્યાલ આવશે કે એ થર્ડ પાર્ટી વેન્ડર છે, કેમ કે અમારી વેબસાઇટ કરતા એનો દેખાવ અલગ હશે અને બ્રાઉઝરના એડ્રેસ બારમાં નામ અલગ હશે. અમે થર્ડ-પાર્ટી વેન્ડર્સને પસંદ કરીએ ત્યારે અને પછી સમયે સમયે તેઓની ગોપનીયતા નીતિ અને માહિતી સંરક્ષણ નીતિની બરાબર તપાસ કરીએ છીએ, જેથી એ અંગે અમારી જેમ જ તેઓનાં પણ ધોરણો ઊંચા સ્તરના હોય. જો તમને થર્ડ-પાર્ટી વેન્ડરની ગોપનીયતા નીતિ કે માહિતી સંરક્ષણ નીતિ વિશે કોઈ સવાલ હોય, તો કૃપા કરીને તેઓની વેબસાઇટ પર ગોપનીયતા નીતિ મથાળામાં જુઓ.

 આ નીતિમાં ફેરફારો અંગે સૂચના

અમે નિયમિત રીતે આ વેબસાઇટની કામગીરી અને ખાસિયતોમાં સુધારો કરીએ છીએ અને નવું ઉમેરીએ છીએ. એના પર મળતી હાલની સુવિધાઓમાં પણ સુધારો અને નવી બાબતો ઉમેરતા રહીએ છીએ. આવા ફેરફારો અને કાયદા તથા ટૅક્નોલૉજીમાં થતા ફેરફારોને લીધે સમયાંતરે અમારે પણ માહિતીના વપરાશની રીતો બદલવી પડે છે. તેથી, એ અંગે અમારી નીતિઓમાં થનાર કોઈ પણ ફેરફાર વિશે અમે જલદીમાં જલદી આ વેબપેજ જણાવીશું, જેથી અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ અને કઈ રીતે વાપરીએ છીએ, એ વિશે તમે હંમેશાં માહિતગાર રહો.

 એક્ટિવ સ્ક્રિપ્ટીંગ અથવા જાવાસ્ક્રિપ્ટ

અમારી વેબસાઇટ સારી રીતે વાપરી શકાય એ માટે સ્ક્રિપ્ટીંગનો ઉપયોગ થાય છે. એનાથી વેબસાઇટ તમારી પાસે માહિતી જલદી મોકલી શકે છે. તમારા કોમ્પ્યુટર પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા કે તમારી પાસેથી અનધિકૃત રીતે માહિતી મેળવવા આ વેબસાઇટ ક્યારેય સ્ક્રિપ્ટીંગનો ઉપયોગ કરતી નથી.

એક્ટિવ સ્ક્રિપ્ટીંગ અથવા જાવા સ્ક્રિપ્ટને બ્રાઉઝરમાં શરૂ એટલે કે, ઇનેબલ્ડ (enabled) કરવી જરૂરી છે, જેથી વેબસાઇટનો અમુક ભાગ બરાબર કામ કરે. મોટા ભાગના બ્રાઉઝર્સમાં અમુક સાઇટ માટે આ સુવિધાને એનેબલ્ડ કે ડીસેબલ્ડ (disabled) કરી શકાય છે. પસંદગીની સાઇટ માટે સ્ક્રિપ્ટીંગ ઇનેબલ કરવા બ્રાઉઝર હેલ્પ ડોક્યુમેન્ટેશન જુઓ.